PM નરેન્દ્ર મોદીએ દિલ્હીની ગાદી તો મેળવી લીધી, હવે શું બાકી રહ્યું?

Spread the love

છેલ્લાં 27 વર્ષથી દિલ્હીમાં ભાજપ સત્તા મેળવી શકતી નહોતી અને લોકસભામાં સીટ મળે, પરંતુ વિધાનસભાં ભાજપને બેઠકો મળતી નહોતી. 27 વર્ષ પછી ભાજપે આમ આદમી પાર્ટીનો સફાયો કરીને જીત મેળવી લીધી છે. આ જીતમાં PM નરેન્દ્ર મોદીનો મોટો ફાળો છે.

2014માં નરેન્દ્ર મોદી PM બન્યા પછી ભાજપની એક લહેર દેશમાં ઉભી થઇ હતી, પરંતુ દિલ્હી આવીને વિજય રથ અટકી જતો હતો. 2018 અને 2020માં પણ કેજરીવાલ બમ્પર જીત મેળવી અને એક મોટા નેતા તરીકે ઉભરીને બહાર આવ્યા. કેજરીવાલે દિલ્હી બહાર પણ પગપેસારો કર્યો જેને કારણે ભાજપની ચિંતા વધી હતી. હવે PM મોદીએ દિલ્હી જીતી લીધું છે અને હવે બિહારની વિધાનસભાની ચૂંટણી પર ભાજપની નજર રહેશે. મોદી બ્રાન્ડ ફરી એક વખત એક્ટીવ થઇ ગઇ છે.

error: Content is protected !!