fbpx

PM મોદી અને તુલસી ગબાર્ડ વચ્ચે બીજી શું થઈ વાતચીત

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય અમેરિકાના પ્રવાસે છે. અમેરિકન સમય અનુસાર તેઓ બુધવારે સાંજે વોશિંગ્ટન પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા. બંને નેતાઓ વચ્ચે ભારત અને અમેરિકાના સંબંધોને લગતા વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હતી. બંને વચ્ચે થયેલી વાતચીતમાં આતંકવાદ અને ઉભરતા જોખમોનો સામનો કરવા માટે ગુપ્તચર સહયોગ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ સામેલ હતું. પીએમ મોદી લગભગ 36 કલાક અમેરિકામાં રહેશે. આ સમયગાળા દરમિયાન, તેઓ 6 મોટી બેઠકો યોજશે. આ બેઠકોની શરૂઆત તુલસી ગબાર્ડથી થઈ હતી.

Met USA’s Director of National Intelligence, @TulsiGabbard in Washington DC. Congratulated her on her confirmation. Discussed various aspects of the India-USA friendship, of which she’s always been a strong votary. pic.twitter.com/w2bhsh8CKF— Narendra Modi (@narendramodi) February 13, 2025

પીએમ મોદીએ તુલસી ગબાર્ડને પાઠવ્યા અભિનંદન

પીએમ મોદીએ હિંદુ-અમેરિકન તુલસી ગબાર્ડને અમેરિકાના ટોચના ગુપ્તચર અધિકારી તરીકેની નિમણૂક બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. હકીકતમાં, બુધવારે સીનેટ દ્વારા પુષ્ટિ થયાના થોડા કલાકો પછી, તુલસી ગબાર્ડને ઓવલ ઓફિસમાં નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે શપથ લીધા હતા. પીએમ મોદીએ X પર પોસ્ટમાં લખ્યું, “વૉશિંગ્ટન ડીસીમાં યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા અને તેમને અભિનંદન આપ્યા. અમે ભારત-યુએસ મિત્રતાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી, જેમાંથી તે હંમેશા મજબૂત સમર્થક રહી છે.”

સાયબર સુરક્ષા અને ગુપ્તચર સહયોગ વધારવા પર ચર્ચા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બંને નેતાઓ વચ્ચે આતંકવાદથી લડવા, સાયબર સુરક્ષા અને ઉભરતા જોખમો સાથે ગુપ્તચર સહયોગ વધારવા પર પણ ચર્ચા થઈ હતી.  પીએમ મોદી ફ્રાન્સ પછી, બુધવારે લગભગ સાંજે 5.30 વાગ્યે અમેરિકાના વોશિંગ્ટન પહોંચ્યા. પીએમ મોદી ગુરુવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ પહેલા પીએમ મોદીએ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરી હતી. 

ટ્રમ્પે તુલસી ગબાર્ડની કરી પ્રશંસા

યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ તુલસી ગબાર્ડને પદના શપથ લેવડાવ્યા હતા. ટ્રમ્પે ગબાર્ડને અસાધારણ સાહસ અને દેશભક્તિ ધરાવતી અમેરિકન મહિલા તરીકે સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે તુલસીને ત્રણ વખત આર્મી નેશનલ ગાર્ડમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ ભૂતપૂર્વ ડેમોક્રેટિક કોંગ્રેસમેન છે. તો તુલસીએ તેના પર વિશ્વાસ દર્શાવવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો હતો.

તુલસી ગબાર્ડની તે કસમ વિશે જાણો

પદના શપથ લેતાની સાથે જ તેમણે ગુપ્તચર સમુદાય પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે કહ્યું કે કમનસીબે, અમેરિકન લોકોને ગુપ્તચર સમુદાયમાં બહુ ઓછો વિશ્વાસ છે, કારણ કે તેઓએ એક એકમનું શસ્ત્રીકરણ અને રાજનીતિકરણ જોયું છે, જે સંપૂર્ણપણે આપણી રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત હોવું જોઈએ.

error: Content is protected !!