
કર્ણાટકના બેલગાવીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ગોવાના પૂર્વ ધારાસભ્યને ઓટો ચાલકે લાફો મારી દીધો હતો, આ ઘટનાના થોડા સમય બાદ પૂર્વ ધારાસભ્યનું મોત થઇ ગયું હતું. આ ઘટના સામે આવતા જ હાહાકાર મચી ગયો છે.
શું છે સમગ્ર મામલો?
શનિવારે બેલાગવી શહેરમાં ઓટો ડ્રાઈવર સાથેની લડાઈ બાદ ગોવાના પૂર્વ ધારાસભ્ય લાવુ મામલેદારનું મોત થયું હતું. લડાઈ બાદ જ્યારે પૂર્વ ધારાસભ્ય પોતાની હૉટલમાં પ્રવેશી રહ્યા હતા, ત્યારે અચાનક બેભાન થઈને પડી ગયા અને તેમનું મોત થઇ ગયું. પૂર્વ ધારાસભ્યની ઉંમર 69 વર્ષની હતી. આ મામલે આરોપી ઓટો ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ ઘટના બપોરે 12:45 વાગ્યાની આસપાસ ખડે બજારમાં શ્રીનિવાસ લોજ પાસે બની હતી. લાવુ મામલેદારની કાર સાથે એક ઓટો લાગી ગઈ હતી, ત્યારબાદ તેની ઓટો ડ્રાઈવર સાથે બહેસ થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે ઓટો ડ્રાઈવરે મામલેદાર પર હુમલો કર્યો અને તેમને લાફો મારી દીધો. આ ઝઘડા બાદ જેવા જ તેવા જ લોજમાં દાખલ થયા, તેમનું મોત થઈ ગયું હતું.
ખડે બજાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપીને કસ્ટડીમાં લઇ લીધો હતો અને DCP રોહન જગદીશે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 68 વર્ષીય મામલેદાર બેલગાવી બિઝનેસ ટ્રિપ પર ગયા હતા. તેઓ 2012માં રાજકારણમાં આવ્યા હતા. આ અગાઉ મામલેદાર ગોવા પોલીસમાં DCP રેન્કના અધિકારી હતા.

પોલીસનું કહેવું છે કે મામલેદાર અચાનક એક હૉટલની CD પાસે પડી ગયો. ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ દાખલ થવા અગાઉ જ તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. પોલીસે CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે ધારાસભ્યના ઘરમાં શોક છવાઇ ગયો છે.