હિંમતનગરમાં રહેતા એક મુસ્લિમ પરિવારના 20 મહિનાને બાળકને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA- 1) નામની દુલર્ભ બિમારી થઇ છે. જેના માટે અમેરિકાથી ઇંજેકશન મંગાવવું પડે અને આ એક ઇંજેકશનનની કિંમત 16 કરોડ રૂપિયા હોય છે.હિંમતનગરનો પરિવાર એટલો પૈસાવાળો નથી કે આટલા રૂપિયા ખર્ચી શકે.
ગુજરાતના લોકોએ પોતાનો દીકરો હોય તેમ 1 મહિનાની અંદર ક્રાઉડ ફંડીગ દ્રારા 16 કરોડ રૂપિયાની રકમ ભેગી કરી દીધી હતી. કોઇકે 50 રૂપિયા આપ્યો તો કોઇકે 100 રૂપિયા.SMA ટાઇપ 1 પીડિત કોઇ બાળકને ગુજરાતમાં ઇંજેકશન આપવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના બની છે. અમેરિકાથી કોલ્ડ ચેઇન બનાવીને 72 કલાકમાં ઇંજેકશન અમદાવાદ પહોંચાડવામાં આવ્યું અને બાળકને લગાવાયું. અત્યારે બાળકની સ્થિતિ સુધારા પર છે, પરંતુ 3 મહિના સુધી ઓર્બઝવેશનમાં રહેવું પડશે.