મુકેશ અંબાણીની કંપનીએ તેના OTT પ્લેટફોર્મ જિયોસિનેમાને હોટસ્ટાર સાથે મર્જ કરી દીધું છે. મર્જર પછી એક નવું OTT પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર લોંચ કરવામાં આવ્યું છે.નવા પ્લેટફોર્મ પર જિયો સિનેમા અને હોટસ્ટાર બંનેના કન્ટેન્ટ ઉપલબ્ધ થશે.
જિયો સિનેમા અથવા હોટસ્ટારના યૂઝરોને આપ મેળે જિયો હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મળી જશે. પરંતુ IPLની મેચ હવે મફતમાં જોવા નહીં મળશે. માત્ર થોડી જ મેચ મફત બતાવવામાં આવશે. પુરી મેચ જોવા માટે જિયોહોટસ્ટારનો પ્લાન લેવો પડશે. 3 મહિનાના જુદા જુદા પ્લાન છે. 149 રૂપિયામાં મોબાઇલ પર, 299 રૂપિયામાં 2 ડીવાઇસ પર જોવાનો લાભ અને 499 રૂપિયા પર 4 ડિવાઇસ પર મેચ જોવાનો લાભ મળી શકશે. દુબઇના બે બાળકો જૈનમ અને જિવિકા પાસેથે જિયો ટસ્ટારનું ડોમેન મેળવવામાં આવ્યું હતું.