દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી કેજરીવાલને બીજો મોટો ફટકો પડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ વિજીલન્સ કમિશને કેજરીવાલના ‘શીશમહેલ’ની તપાસનો આદેશ આપ્યો છે. સેન્ટ્રલ પબ્લીક વર્કસ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ પછી આ આદેશ આપવામાં આવ્યો છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેજરીવાલના 6, ફલેગશીપ રોડ, દિલ્હીમાં આવેલા મુખ્યમંત્રીના સત્તાવાર બંગલાના નિર્માણમાં ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
રિપોર્ટમાં રિનોવેશનનના ખર્ચની યાદી પણ આપવામાં આવી છે. 4 કરોડ રૂપિયાના પડદા લગાવવામાં આવ્યા છે. સરકારી ખર્ચે આ બંગલાનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. ઉપરાંત 64 લાખ રૂપિયાનું ટીવી, 3 ફ્રીજના 9 લાખ, સેનેટરી ફિટીંગ માટે 15 કરોડ,વુડન અને ગ્લાસ ડોર પેટે 70 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આવા તો અનેક મોટા ખર્ચા છે.