મામરોલી ખાતે પ્રાંતિજ-તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ નો ૨૯ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
– ૮૧ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા
– પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા
– સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતું
– ૨૦ હજાર થી પણ વધારે સમાજ ના ભાઇ બહેનો લોકો ઉપસ્થિત રહ્યાં
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મામરોલી ખાતે પ્રાંતિજ-તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ આયોજીત ૨૯ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ૮૧ નવદપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા



પ્રાંતિજ-તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા આયોજીત ૨૯ સમૂહ લગ્નોત્સવ તા.૨૩|૨|૨૦૨૫ ને રવિવાર ના રોજ પ્રાંતિજ ના મામરોલી ગામ ખાતે આવેલ સમાજ વાડી ખાતે યોજાયો હતો જેમાં ૮૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તો પ્રાંતિજ-તલોદ તાલુકા ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ક્ષત્રિય સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ , સમાજ ના પ્રમુખ ભરતસિંહવૃકતુસિંહ મકવાણા , મંત્રી જીવનસિંહ એફ.ચૌહાણ , ખજાનચી રાયસિંહપી.મકવાણા , સમાજ ના ઉપપ્રમુખો સહિત સમાજ ના હોદેદારો કાર્યકરો આગેવાનો સહિત ૨૦ હજાર થી પણ વધારે સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો સમગ્ર કાર્યક્રમ નુ એન્કરીંગ મહેશભાઇ પટેલ દ્રારા કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ પ્રાંતિજ









