સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને પ્રાંતિજ અધ્યાપક સમાજ સંચાલિત શ્રીમતી એમ.સી. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી તા ૨૧ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી. માતૃભાષા દિવસ નિમિત્તે અકાદમી ધ્વારા આયોજિત ‘માતૃભાષા સપ્તાહ’ની ઉજવણીમાં કોલેજના આચાર્ય ડૉ કામેશ્વર પ્રસાદ , બેચરાજી વિનયન કોલેજના પ્રોફેસર ડૉ બીપીનભાઈ ચૌધરી તેમજ સાહિત્યકાર હંસરાજભાઈ સાંખલા અને પ્રાંતિજ કોલેજના નિવૃત્ત અધ્યાપક અને શિક્ષણવિદ પ્રાગજીભાઇ ભામ્ભી આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તેનો શુભેચ્છા સંદેશ પ્રોજેક્ટરના માધ્યમથી બતાવવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડૉ.કામેશ્વરપ્રસાદ દ્રારા માતૃભાષા દિવસની શુભેચ્છાઓ સાથે તેનું ગૌરવ જાળવવાનો દિશાનિર્દેશ કર્યો હતો. હંસરાજભાઈ સાંખલા, ડૉ.બીપીનભાઈ ચૌધરી, પ્રાંતિજ કોલેજના સંસ્કૃત વિષયના અધ્યાપક ડૉ.કાંતિભાઈ પ્રજાપતિ તેમજ પ્રાગજીભાઈ ભાંભીએ માતૃભાષા મહત્વ તેનું સંવર્ધન અને તેના ગૌરવ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રાજેન્દ્રભાઇ પંચાલ આ સમગ્ર કાર્યક્રમના સંયોજક તેમજ કોલેજના અધ્યાપક ડૉ.વિપુલ જોષીએ સંચાલકની ભૂમિકા ભજવી હતી. ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ.સતીશ પટેલ અને કોલેજના સર્વ સ્ટાફમિત્રો આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતું.અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા અને અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ ને આ તબક્કે યાદ કરી આભાર માનવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જીલ રાવલ પ્રાંતિજ

