પ્રાંતિજ ના સાંપડ ખાતે શ્રી બાવનગોળ પંચાલ સમાજ નો સમુહ લગ્નોત્સવ યોજાયો
– ૩૦ મો સમુહ લગ્નોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
– ચાર દંપતિએ પ્રમુતામા પગલા પાડયા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સાંપડ ખાતે શ્રી બાવનગોળ પંચાલ સમાજનો ૩૦ મો સમુહ લગ્નોત્સવ ભવ્ય ધામધૂમથી ઉજવાયો
પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી મંદિર પરિસરમા શ્રી બાવનગોળ પંચાલ સમાજનો ૩૦ મો સમૂહ લગ્ન ભવ્ય ધામધૂમથી ઉજવાયો હતો જેમાં ચાર દંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમાજના દરેક ભાઈઓ તથા બહેનોએ સમુહ લગ્નોત્સવ મા ઉપસ્થિત રહ્યા હતા તો સમાજ અને અન્ય સમાજ સેવકો દ્વારા કન્યાઓને અમૂલ્ય કન્યાદાન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નોત્સવ માં ૩૦૦૦ જેટલા સમાજના ભાઈઓ બહેનોએ સાથે બેસી ભોજનનો પ્રસાદ ગ્રહણ હતો આ સમૂહ લગ્નને સફળ બનાવવા સમાજના પ્રમુખ ,ઉપપ્રમુખ મંત્રી તેમજ સમૂહલગ્ન સમિતિએ અને દેશ વિદેશમાં વસતા સમાજના ભાઈઓએ હાજરી આપી અને આ પ્રસંગને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી
જીલ રાવલ પ્રાંતિજ