હિંમતનગર ના ખેડ ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો
– વર્ષ નો 20 મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો
– ખેડ ગામ સહિત આજુબાજુ માંથી 678 દર્દીઓએ લાભ લીધો
– 326 વ્યક્તિઓએ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું
– 69 દર્દીઓનું મફત ઓપરેશન કરી આપવામાં આવશે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડ ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ નો 20મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં ખેડગામ સહિત આજુબાજુમાં રહેતાં દર્દીઓએ લાભ લીધો હતો
હિંમતનગર તાલુકાના ખેડ આવેલ આદર્શ પ્રાથમિક શાળા ખાતે સર્જન ફાઉન્ડેશન આયોજિત વર્ષ નો 20 મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં ખેડ ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમા માથી કુલ-678 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 326 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે 69 દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પ નું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર કરવામાં આવ્યું હતું તો કેમ્પને સફળ બનાવવામાં શાળાના મુખ્ય શિક્ષકશ્રી, ગામના સરપંચ, સ્ટાફ ગણ તેમજ આંખના મદદનીશ ની ટીમ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી.
જીલ રાવલ પ્રાંતિજ