
સાબરકાંઠા જીલ્લામાં સેન્ટર ઓફ એક્સેલન્સ વદરાડ ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા એફ.પી.ઓની તાલીમનું આયોજન કરાયું હતું. બાગાયતી ખેતી કરતા ખેડુતો/વ્યક્તિગત/સંસ્થા માટે “બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા/ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પુરી પાડવા શરુ વર્ષે રાજ્ય સરકાર દ્રારા અમલમાં મુકાયેલ છે. આ યોજનાઓનો ઉદેશ્ય બાગાયત ક્ષેત્રે કલેક્શન, ગ્રેંડીગ, શોર્ટીગ પેકિંગ એકમો, સંગ્રહ વ્યવસ્થા ફૂડ ટેસ્ટિંગ, પ્રાયમરી કે મિનિમલ પ્રોસેસિંગ જેવી માળખાકિય સુવિધાઓ માટે ખેડુતો/સંસ્થાને સહાયથી પ્રોત્સાહિત કરવામાં આવે તો ખેડુતોના ઉત્પાદનોમાં કાપણી પછી થતાં નુકશાન અટકાવી શકાય, બજારોમાં માલના ભરાવાથી થતો ભાવમાં ઘટાડા સામે રક્ષણ આપી શકાય, ખેડુતો મુલ્ય વર્ધન કરી વધુ આવક મેળવી શકે આવા ઉદ્દેશો સાથે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના અલગ અલગ ૬ એપીઓના ૫૦ સભાસદોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ તાલીમમા રાજ્ય પ્લાન યોજના, કૃષિ ભવન ગાંધીનગર સંયુક્ત બાગાયત નિયામકશ્રી શ્રી જે. આર. પટેલ દ્વારા ઓનલાઇન માધ્યમથી આ યોજના વિશે ખેડૂતોને વિગતવાર માહિતી આપી તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. મદદનીશ બાગાયત નિયામકશ્રી જે. એમ. પટેલ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી યોજનાની ઝીણવટ પૂર્વક માહિતી આપવામાં આવી હતી.
જીલ રાવલ સાબરકાંઠા
