જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૧૯૨૦૪ ​વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

Spread the love

જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ૧૯૨૦૪ ​વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી


ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનમાં કુલ ૨૭૧૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી


સાબરકાંઠા જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પ્રથમ દિવસે શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા સમાહર્તાશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ હિંમતનગરની જૈનાચાર્ય આનંદઘનપુરી વિદ્યાલય હિંમતનગર ખાતે વિદ્યાર્થીઓને સાકર, પુષ્ય અને ત્રિલક કરી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.સાબરકાંઠામાં પરીક્ષાના પ્રથમ દિવસે એસ.એસ.સી ના ૧૯૨૦૪ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ધોરણ ૧૨માં ૪૫૪૧ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી.

બોર્ડની પરીક્ષાના પ્રમથ દિવસે ધોરણ ૧૦માં હિંમતનગર ઝોનમાં ગુજરાતી પ્રથમ ભાષા (૦૧) વિષયમાં કુલ ૯૦૮૫ વિધ્યાર્થીઓ પૈકી ૮૭૪૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૩૪૫ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં કુલ ૭૦ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૦ દિવ્યાંગ વિધાર્થી ગેર હાજર રહ્યા હતા. અંગ્રેજી પ્રથમ ભાષા (૦૪) વિષયમાં કુલ ૬૯૩ વિધ્યાર્થી પૈકી ૬૮૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઇડર ઝોનમાં ગુજરાતી પ્રથમ ભાષા (૦૧) વિષયમાં કુલ ૯૮૨૮ વિધ્યાર્થીઓ પૈકી ૯૪૪૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૩૮૭ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.જેમાં ૪૫ દિવ્યાંગ વિધાર્થીઓએ પરીક્ષા આપી અને એક ગેર હાજર રહ્યા. અંગ્રેજી પ્રથમ ભાષા (૦૪) માં કુલ ૩૨૦ વિધ્યાર્થીઓ પૈકી ૩૧૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સાહિત્યમ વિષયમાં કુલ ૧૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ મળી કુલ ૧૯૨૦૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ ૧૨ માં સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયમાં કુલ ૧૮૫૦ વિધ્યાર્થીઓ પૈકી ૧૮૩૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૨૦ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમાં કુલ ૧૫૯૫ અને અંગ્રેજી માધ્યમમાં કુલ ૨૩૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયમાં કુલ ૨૭૩૨ વિધ્યાર્થીઓ પૈકી ૨૭૧૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૨૧ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં કુલ ૨૩૨૭ અને અંગ્રેજી માધ્યમમાં કુલ ૩૮૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સહકાર પંચાયત(૧૧૧) વિષયમાં કુલ ૩૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!