

ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહે કહ્યું છે કે ભારતે દર વર્ષે 35-40 ફાઇટર જેટ્સનનું ઉત્પાદન કરવું પડશે, જેથી જૂના વિમાનોને બદલી શકાય. સાથે જ તેમને જણાવ્યું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) આગામી વર્ષથી દર વર્ષે 24 તેજસ Mk1A વિમાનોનું ઉત્પાદન કરશે, અને સુખોઇ ઉત્પાદન અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.
વાયુસેના પ્રમુખે રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેના સ્વદેશી રક્ષા પ્રણાલીઓને પ્રાથમિકતા આપશે, ભલે તેમની ક્ષમતા આંતરરાષ્ટ્રીય વિકલ્પો કરતા થોડી ઓછી હોય. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઇ સ્વદેશી સિસ્ટમ મને 85-90 ટકા ક્ષમતા પણ આપે છે તો, અમે તેને અપનાવીશું.

એર ચીફ માર્શલ સિંહે કહ્યું કે દીર્ઘકાલીન યુદ્ધની સ્થિતિમાં ભારતે પોતાની રક્ષા ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવી પડશે. તેમણે ચીમકી આપી કે વિદેશો પર નિર્ભરતા વ્યૂહાત્મક નબળાઇ સાબિત થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય વાયુસેના ઝડપથી ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સિસ્ટને પતાની સિસ્ટમમાં સામેલ કરી રહી છે. તેનાથી કામગીરીમાં સુધાર અને સમયની બચત થાય છે.

આ નિવેદન ચાણક્ય ડાયલોગ્સ સંમેલનમાં ભારત 2047 યુદ્ધમાં આત્મનિર્ભરતા વિષય પર ચર્ચા દરમિયાન આવ્યું હતું. વાયુસેનાના પ્રમુખના આ સંદેશથી સ્પષ્ટ છે કે ભારત હવે રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. આ સિવાય, વાયુસેના પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમનો દૃષ્ટિકોણ પૂરી રીતે સ્પષ્ટ છે અને તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભલે સ્વદેશી પ્રણાલીનું પ્રદર્શન અપેક્ષાકૃત ઓછું હોય. ભલે તે વિશ્વ બજારમાં ઉપલબ્ધ પ્રણાલીનો 90 ટકા અથવા 85 ટકા હોય, તો પણ અમે માત્ર સ્વદેશી પ્રણાલી પર ભાર આપીશું. માત્ર આજ એકમાત્ર રીત, જેનાથી આપણે આપણી રક્ષાની દૃષ્ટિથી આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી શકીએ છીએ.