

સુરતના જાણીતા ઉદ્યોગકાર રાજહંસ દેસાઇ-જૈન ગ્રુપના ચેરમેન જયેશ દેસાઇ ગુરુવારે પોતાના પ્રાઇવેટ પ્લેનમાં સુરતથી અમદાવાદ ગયા હતા.મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યુ હતું કે અમદાવાદ એરપોર્ટ પર જયેશ દેસાઇના પ્રાઇવેટ પ્લેન 260 GT VJ-DJB 7 સીટર પ્લેનના3 ટાયર ફાટી ગયા હતા અને તેમાં રાજહંસના માલિક જયેશ દેસાઇ સહિત 3 લોકો હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. આ બાબતે જ્યારે અમે જયેશ દેસાઇ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્લેનમાં પંચર હતું એવી ખબર પહેલેથી ખબર પડી ગઇ હતી એટલે અમે બધા પ્લેનમાંથી ઉતરી ગયા હતા.
જયેશ દેસાઇએ અમેરિકાની વિમાન કંપની પાસેથી હજુ એક વર્ષ પહેલાં જ વિમાન ખરીદયું હતું અને વિમાનનું ટાયર એક મહિના પહેલા જ બદલવામાં આવ્યું હતું.