
2.jpg?w=1110&ssl=1)
ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ બનાસકાંઠાના ડીસામાં આવેલી નવકાર ડેરીમાં દરોડા પાડ્યા હતા અને નકલી ઘી પકડી પાડ્યું હતું. 4000 કિલો નકલી ઘી જેની કિંમત 17.5 લાખ હતી તે જપ્ત કરી લેવામાં આવ્યું છે. નવકાર ડેરીના સંચાલકો આ નકલી ઘી રાજસ્થાનમાં મોકલવાની તૈયારી કરી રહ્યા હતા.
નવાઇની વાત એ છે કે 4 સપ્ટેમ્બર 2023ના દિવસે ફુડ એન્ડ ડ્રગ વિભાગે નવકાર ડેરીનું લાયસન્સ રદ કરી દીધું હતું અને 1.50 લાખ દંડ કર્યો હતો અને મરચામાં પાવડર ભેળસેળ માટે 25000નો દંડ કર્યો હતો. છતા ઘીનું ઉત્પાદન ચાલું રખાયું હતું.
અધિકારીઓને જ્યારે માહિતી મળી તો રાત્રે નવકાર ડેરી પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે ઘી બનાવવામાં આવી રહ્યું હતું અને તેમા સોયાબીન અને અન્ય વસ્તુઓ મિક્સ કરીને બનાવાઇ રહ્યું હતું.