fbpx

સુરતના ઇતિહાસમાં પહેલીવાર સમાધાન થયા પછી પણ કે પી સંઘવીએ વેપારીઓ સામે કેસ કર્યા

Spread the love
સુરતના ઇતિહાસમાં પહેલીવાર સમાધાન થયા પછી પણ કે પી સંઘવીએ વેપારીઓ સામે કેસ કર્યા

સુરતની જાણીતી ડાયમંડ કંપની કે. પી, સંઘવીએ કેટલાંક વેપારીઓ સાથે સમાધાન કરી લીધા પછી પણ તેમની સામે કેસ કર્યા હતા અને વેપારીઓએ જેલમાં જવાનો વારો આવ્યો હતો. આ વેપારીઓના પરિવારજનોએ સુરત ડાયમંડ એસોસિયેશનને રજૂઆત કરી હતી અને ધરણા પર બેસવાની ચીમકી આપી હતી.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ જગદીશ ખૂંટે કહ્યું કે, થોડા વર્ષો પહેલા 27 જેટલા વેપારીઓએ  કે.પી સંઘવી પાસેથી રફ ડાયમંડની ખરીદી કરી હતી અને ટોટલ 8 કરોડનું પેમેન્ટ આપવાનું હતું. પરંતુ આ વેપારીઓ રૂપિયા આપી શક્યા નહોતા. એ બાબતે 10 મહિના પહેલા સુરત ડાયમંડ એસોસિયેશનની ઓફિસમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગોવિંદ ધોળકીયાની હાજરીમાં સમાધાન થઇ ગયું હતું. કે. પી, સંઘવીએ પણ સમાધાન માની લીધેલું. પરંતુ પાછળથી આ વેપારીઓ સામે કેસ કર્યા. ખૂટેં કહ્યું કે, સુરતના હીરાઉદ્યોગમાં પહેલીવાર એવું બન્યું છે કે, સમાધાન થઇ ગયા પછી પણ રૂપિયાની માંગણી કરવામાં આવી હોય.

error: Content is protected !!