

સેબીના ચેરમેન માધવી પુરી બુચનો 28 ફેબ્રુઆરીના દિવસે કાર્યકાળ પુરો થઇ રહ્યો છે અને કેન્દ્ર સરકારે સેબીના વડા તરીકે તુહીન કાંત પાંડેની નિયુક્તિ કરી દીધી છે. 1 માર્ચથી તેઓ સેબી ચેરમેન તરીકેની જવાબદારી સંભાળશે.
તુહીન કાંત ઓડિશા કેડરન1 1987 બેચના IAS અધિકારી છે.તેઓ અત્યારે નાણા મંત્રાલયના સચિવ તરીકે કામગીરી બજાવે છે. તુહીન કાંત પાંડેએ પંજાબ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે અને બ્રિટનની બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી તેઓ એમબીએ થયા હતા.
એર ઇન્ડિયાને જ્યારે ટાટાને સોંપવામાં આવ્યું ત્યારે આ ઐતિહાસિક ડીલમાં તુહીન કાંતની મુખ્ય ભૂમિકા રહી હતી. ઉપરાંત ડિસઇન્વેસ્ટના નિર્ણયમાં પણ તેમનો મુખ્ય રોલ હતો.