

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભને કારણે પ્રયાગરાજને તો મોટો આર્થિક ફાયદો થયો, પરંતુ ઘણા શ્રધ્ધાળુઓ કાશી વિશ્વનાથ બાબાના દર્શન કરવા વારાણસી પણ પહોંચ્યા હતા એટલે મહાકુંભને કારણે કાશીને મોટો ફાયદો થયો.
45 દિવસમાં 4.32 કરોડ ભક્તો વારાણસી પહોંચ્યા હતા. લોકોએ 150 કરોડ રૂપિયાના રૂદ્રાક્ષ ખરીદ્યા. ઉપરાંત જે લોકો શ્રધ્ધાળુઓને ચંદન-તિલક લગાવતા હતા તેમને પણ 30 કરોડ રૂપિયાની કમાણી થઇ ગઇ. ભારે ધસારાને કારણે વારાણસીના લોકોએ પોતાના ઘરને જ ભોજનાલય બનાવી દીધું હતું અને તેમાં 1575 કરોડ રૂપિયાની કમાણી થઇ. કાશીના 84 ઘાટ પર હોડી અને ક્રુઝ વાળા કુલ 3240 કરોડ રૂપિયા કમાયા અને બાબા વિશ્વનાથને 45 દિવસમાં 216 કરોડ રૂપિયાના ફુલ ચઢ્યા.