fbpx

જીતો સુરત દ્વારા 9મી એપ્રિલે નવકાર મંત્ર દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાશે

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
જીતો સુરત દ્વારા 9મી એપ્રિલે નવકાર મંત્ર દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાશે

સુરત શહેરમાં “JITO SURAT CHAPTER” દ્વારા વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે સુરતમાં બિરાજીત તમામ ગુરૂ ભગવંતોની નિશ્રામાં તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ સામુહિક વિશ્વ નવકાર મહામંત્ર દિવસ સમારોહ યોજાશે.

જીતો સુરત દ્વારા આગામી 9મી એપ્રિલે નવકાર મંત્ર દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાશે. સુરતના પંડીત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાશે અને નવકાર મંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરશે. આવા નમસ્કાર મહામંત્રનો સામૂહિક જાપ કરવા દ્વારા જગતના સઘળા જીવોને સુખ, શાંતિ અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય એવા સંકલ્પ સાથે આ નવકાર મંત્ર સમૂહમાં ગણવાથી તેના વિચાર આંદોલનો તરંગો વિશ્વમાં ફેલાશે અને તેની પોઝિટિવ અસર જોવા મળશે એવી અમને સૌને શ્રદ્ધા છે. વિશ્વ નવકાર મંત્ર દિવસ નિમિત્તે આયોજીત જાપમાં પુરુષોએ સફેદ વસ્ત્ર અને મહિલાઓને લાલ વસ્ત્ર પરિધાન કરવાના રહેશે.

surat

વિશ્વ નવકાર મંત્ર દિવસ એટલે કે, ૯મી એપ્રિલના દિવસે સુરત મહાનગર પાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો ઠરાવ કરીને અનેક મૂંગા-અબોલ પશુઓને અભયદાન આપવાનો સરાહનીય નિર્ણય ભા.જ.પા.ના શાસકો દ્વારા લેવામાં આવ્યો તેની અનુમોદના કરીએ છીએ.

જીતો સુરત ચેપ્ટરના ચેરમેન અને આ પ્રોજેક્ટના કન્વીનર  નિરવ શાહ એ જણાવ્યું હતું કે, 9મી એપ્રિલનો દિવસ જીતો દ્વારા નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે 9મી એપ્રિલના રોજ ભારત સહિત વિશ્વના ૧૦૮ દેશોમાં આ કાર્યક્રમમાં એક સાથે યોજાશે. સુરત ખાતે નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમ ઘોડદોડ રોડ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં જૈન સમાજના લોકો સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની ખાસ વાત એ છે કે, ભારત સરકાર દ્વારા 9 એપ્રિલના દિવસને સત્તાવાર રીતે વિશ્વ નવકાર મંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. ત્યારે 9મી એપ્રિલના રોજ નવી દિલ્લી, વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી  સ્વયં જોડાશે અને તેઓ પણ નવકાર મહામંત્રનો જાપ કરશે અને સંપૂર્ણ વિશ્વને વર્ચુયલી તેઓ સંબોધિત કરશે.

error: Content is protected !!