

બિહારમાં બુધવારે નીતિશ સરકારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું અને ખાલી પડેલી સાતેય જગ્યાઓ પર ભાજપના 7 મંત્રીઓ પસંદ કરવામાં આવ્યા ત્યારે રાજકારણનો નિષ્ણાતો પણ ચોંકી ગયા હતા કે નીતિશ આટલી સરળ વાત માની કેવી રીતે ગયા? નીતિશની JDUમાં હવે 13 મંત્રી જ્યારે ભાજપના 21 મંત્રી થઇ ગયા છે.
જાણકારોનું કહેવું છે કે, ભાજપ બિહારમાં વધારે સીટ જીતવા છતા નીતિશને મોટા ભાઇ બનાવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને બજેટમાં પણ મોટી લ્હાણી કરી હતી. હવે જ્યારે 7 મહિના પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે નીતિશને મનાવી લીધા છે.
નીતિશને ડર છે કે મહારાષ્ટ્રમાં જે રીતે એકનાથ શિંદેને ભાજપે ઓછી બેઠક હોવા છતા CM બનાવ્યા હતા, પરંતુ તાજેતરની મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે બંપર જીત મેળવવાને કારણે શિંદેન સાઇડ લાઇન કરી દેવાયા. એવું બિહારમાં પણ થઇ શકે છે.