

“जो मनुष्य समय के कुचक्र मे भी
पूरी शिद्दत से अपने कार्यों में लगा रहता है।
उसके लिए समय खुद बदल जाता है।”
छत्रपति शिवाजी महाराज
છત્રપતિ શિવાજી મહારાજનું આ વિધાન માત્ર એક વાક્ય નથી પરંતુ જીવનનો સાર અને સંઘર્ષની સફળતાનું રહસ્ય છે. ગુજરાત ભાજપના પીઢ સમર્પિત કાર્યકર્તાઓ માટે આ વાત એક પ્રેરણાસ્ત્રોત છે જે નેતૃત્વ પ્રત્યે શિસ્ત, સંગઠન પ્રત્યે નિષ્ઠા, વિશ્વાસ અને માન જાળવવાનું મહત્ત્વ સમજાવે છે. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એક મજબૂત સંગઠન તરીકે ઊભી છે ત્યારે તેની પાછળનું કારણ છે કાર્યકર્તાઓનું અદમ્ય સમર્પણ અને નેતૃત્વ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા.
.jpg?w=1110&ssl=1)
શિવાજી મહારાજની પ્રેરણાથી સમયને જીતવાની કળા…
છત્રપતિ શિવાજી મહારાજ એક એવા યોદ્ધા હતા જેમણે પ્રતિકૂળ સંજોગોમાં પણ હિંદ સ્વરાજ્યનું સ્વપ્ન સાકાર કર્યું. તેમનું જીવન શિસ્ત, સંગઠન અને સમર્પણનું જીવંત ઉદાહરણ છે. જ્યારે પણ શત્રુઓએ તેમને ઘેરી લીધા, જ્યારે પણ સમયે તેમની પરીક્ષા લીધી ત્યારે ત્યારે તેમણે હિંમત હાર્યા વિના પોતાની રણનીતિ અને અનુશાસિત સેના સાથે પરિસ્થિતિને પોતાના પક્ષમાં ફેરવી નાંખી હતી. આજે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. રાજકીય પડકારો, સામાજિક વિરોધ કે સંગઠનાત્મક મુશ્કેલીઓ. પરંતુ શિવાજી મહારાજનું આ વાક્ય આપણને શીખવે છે કે જો આપણે લગનથી ધૈર્યથી કામ કરીએ તો સમય આપણી તરફેણમાં આવશે.
ગુજરાતમાં ભાજપની સફળતા એક રાતની વાર્તા નથી તેની પાછળ છે હજારો કાર્યકર્તાઓની નિષ્ઠા છે જેમણે પોતાના વ્યક્તિગત જીવનને બાજુએ મૂકીને સંગઠનને મજબૂત કર્યું. આ કાર્યકર્તાઓએ પણ પોતાના નેતૃત્વ પર વિશ્વાસ રાખ્યો અને શિસ્તબદ્ધ રીતે પોતાનું યોગદાન આપ્યું છે.
20.jpg?w=1110&ssl=1)
નેતૃત્વ પ્રત્યે શિસ્ત અને નિષ્ઠા…
એક સફળ સંગઠનનો આધાર તેનું નેતૃત્વ અને તેના પ્રત્યેની કાર્યકર્તાઓની શિસ્ત હોય છે. ગુજરાત ભાજપના પીઢ કાર્યકર્તાઓએ હંમેશાં નેતૃત્વના દરેક નિર્ણયને આદર આપ્યો છે પછી તે ચૂંટણીની રણનીતિ હોય કે સામાજિક સેવાનું આયોજન, આ શિસ્ત બદ્ધ કેડરે જ ભાજપને ગુજરાતમાં અજેય બનાવી છે. જ્યારે નેતૃત્વ કહે છે કે આપણે ગામડે ગામડે જઈને લોકોને જોડવાના છે ત્યારે કાર્યકર્તાઓ એક શબ્દ પણ બોલ્યા વિના કામે લાગી જાય છે. આ શિસ્ત એટલે જ શિવાજી મહારાજની સેનાની શિસ્તનું આધુનિક સ્વરૂપ છે.
નિષ્ઠા એટલે માત્ર નેતૃત્વ પ્રત્યેની ભક્તિ નહીં પરંતુ સંગઠનના ધ્યેય પ્રત્યેની અડગ આસ્થા હોય. ગુજરાત ભાજપના કાર્યકર્તાઓએ પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં આ નિષ્ઠાને જીવી બતાવી છે. પછી તે વિકાસના કાર્યો હોય, જનસેવાના પ્રોજેક્ટ્સ હોય કે રાષ્ટ્રવાદનો પ્રચાર. દરેક ક્ષેત્રમાં તેમનું સમર્પણ અદ્ભુત છે.

વિશ્વાસ અને માન: સંગઠનની શક્તિ…
શિવાજી મહારાજે પોતાની સેના અને પ્રજા પર વિશ્વાસ રાખ્યો અને તેમની પ્રજાએ તેમના પર અખૂટ માન રાખ્યું. આ વિશ્વાસ અને માનનું જ ફળ હતું કે તેઓ અશક્ય લાગતા યુદ્ધો જીતી શક્યા. ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ માટે પણ આ બે ગુણો અત્યંત મહત્ત્વના છે. જ્યારે નેતૃત્વ કોઈ નવું અભિયાન શરૂ કરે છે ત્યારે કાર્યકર્તાઓ તેમાં પૂર્ણ વિશ્વાસ રાખે છે અને તેને સફળ બનાવવા માટે રાત-દિવસ એક કરી દે છે.
આ વિશ્વાસ એટલે જ ગુજરાતમાં ભાજપને એક મજબૂત આધાર આપે છે. કાર્યકર્તાઓ જાણે છે કે તેમનું સંગઠન તેમને ક્યારેય ખોટા રસ્તે નહીં લઈ જાય. આ માનનું જ ઉદાહરણ છે કે ગુજરાતના ગામડાઓથી લઈને શહેરો સુધી ભાજપનો ભગવો ઝંડો લહેરાતો રહે છે. કાર્યકર્તાઓનું સમર્પણ અને નેતૃત્વ પ્રત્યેનું માન એ ભાજપની સફળતાનું રહસ્ય છે.
સમર્પણની શક્તિ: ગુજરાત ભાજપનું ઉદાહરણ…
ગુજરાત ભાજપના પીઢ કાર્યકર્તાઓએ પોતાનું જીવન સંગઠનને સમર્પિત કરી દીધું છે. પછી તે ચૂંટણીના મેદાનમાં પ્રચાર હોય કે આપત્તિના સમયે લોકોની સેવા આ કાર્યકર્તાઓ હંમેશાં અગ્રેસર રહ્યા છે. શિવાજી મહારાજની સેનાની જેમ જેમણે પોતાનું સર્વસ્વ હિંદવી સ્વરાજ્ય માટે અર્પણ કર્યું ગુજરાતના કાર્યકર્તાઓએ પણ પોતાનું સર્વસ્વ રાષ્ટ્ર અને સંગઠન માટે સમર્પિત કર્યું છે.

આ સમર્પણનું જીવંત ઉદાહરણ છે ગુજરાતની ચૂંટણીઓમાં ભાજપની અવિરત વિજયગાથા. કાર્યકર્તાઓની મહેનત અને નેતૃત્વ પ્રત્યેની નિષ્ઠાએ ગુજરાતને ભાજપનો ગઢ બનાવ્યો છે. આજે ગુજરાતના દરેક ગામમાં, દરેક શહેરમાં ભાજપનો કાર્યકર્તા એક શક્તિ તરીકે ઊભો છે જે રાષ્ટ્રવાદ અને વિકાસના સંદેશને ઘરે ઘરે પહોંચાડે છે.
છત્રપતિ શિવાજી મહારાજનું જીવન આપણને શીખવે છે કે સમય ભલે ગમે તેટલો પડકારજનક હોય જો આપણે ઢગસથી રચ્યાપચ્યા રહી કામ કરીએ તો સફળતા આપણી થઈ જશે. ગુજરાત ભાજપના પીઢ કાર્યકર્તાઓ માટે આ સંદેશ એક માર્ગદર્શન છે. નેતૃત્વ પ્રત્યે શિસ્ત, સંગઠન પ્રત્યે નિષ્ઠા, વિશ્વાસ અને માન જાળવીને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપે.
(આ વિચાર લેખકનું વ્યક્તિગત મંતવ્ય છે)