

ICC ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ 9 માર્ચ, રવિવારના દિવસે દુબઇ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડમાં રમાવવાની છે અને 25 વર્ષ પછી ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ આમને સામને છે. ભારતમાં તો આ મેચને લઇને ભારે ઉત્સાહ છે, પરંતુ સવાલ એ છે કે, વરસાદ પડે તો શું થાય? નિયમ શું કહે છે?
આમ તો દુબઇમાં 9 માર્ચે વરસાદ પડવાની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ ધારો કે કોઇ સંજોગોમાં વરસાદ પડી જાય તો પહેલા તો ઓવર કટ કરીને મેચ રમાડવામાં આવે, પરંતુ બંને ટીમો 20-20 ઓવર રમવી જોઇએ. જો મેચ રદ કરવી પડે તો 10 માર્ચને રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ધારો કે 10 માર્ચે પણ વરસાદ પડે અને મેચ રદ થાય તો પછી બંને ટીમોને વિજેતા જાહેર કરી દેવામાં આવે. પછી મેચ ન રમાડવામાં આવે.