
19.jpg?w=1110&ssl=1)
ગૌતમ અદાણીનું દેવું પોતાના માથા પર લેવા માટે દુનિયાનો સૌથી તાકતવર વ્યક્તિ ખરીદશે એવી ચર્ચા ઉભી થઇ છે. અદાણીના 750 મિલિયન ડોલરના દેવાને ખરીદવા માટેની વાતચીત શરૂ થઇ હોવાનું સામે આવ્યું છે.
દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક અને સૌથી સફળ હેડ ફંડોમાનું એક સિટાડેલે અદાણીનું દેવું લેવાની તૈયારી બતાવી છે.
બ્લેકરોકના CEO લૈરી ફિંકને સૌથી તાકતવર વ્યકિત તરીકે ઓળખવામાં આવે છે. બ્લેકરોક 10 ટ્રીલિયન ડોલરની એસેટ મેનેજમેન્ટ કરે છે. જો કે ડીલ થશે જ એ હજુ નક્કી નથી. કોઇ પણ કંપની તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
ભારતમા બ્લેકરોકે ટાટા મોટર્સ અને જિયોની ફાઇનાન્શીયલ સર્વિસમાં ભાગીદારી કરેલી છે.