

મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લામાં આવેલા અસીરગઢ ગામમાં એવી અફવા ફેલાઇ ગઇ કે જમીનમાંથી સોનાના સિક્કા મળી રહ્યા છે. આ અફવા વાયુવેગે પ્રસરી ગઇ અને આજુબાજુના ગામના લગભગ 500 લોકો રાત્રે કુહાડી પાવડા અને ટોર્ચ લઇને ખેતરો ખોદી નાંખ્યા. લોકો આધુનિક સાધનો લઇને ગયા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો છે.
પુરાતત્ત્વ અધિકારીઓનું કહેવું છે કે, અસીરગઢ ગામમાં સોનાના સિક્કા મળવાની શક્યતા છે, કારણ કે આ વિસ્તાર એક જમાનમાં સત્તાનું કેન્દ્ર હતો અને બ્રિટિશ રાજ અને મોઘલ રાજ રહી ચૂક્યું છે. આ વિસ્તારમાં સૈનિકોની છાવણી હતી અને લૂંટેલું ધન જમીનમાં દાટી દેવાતું હતું. ગામના લોકો પણ લૂંટની બીકે પોતાની કિંમતી વસ્તુઓ જમીનમાં દાટી રાખતા હતા.