
પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ
– રમજાન અને હોળી-ધૂળેટી ના તહેવાર ને લઇને પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજાઇ
– નગરના અગ્રણીઓ સહિત વેપારી ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં રમજાન માસ અને હોળી-ધૂળેટી ને લઇને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.દેસાઇ દ્વારા શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર ના અગ્રણીઓ વેપારીઓ વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનોની બેઠક યોજાઇ







પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આવર્ષે પણ રમજાન તથા હોળી-ધૂળેટી ના તહેવાર ને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પી.આઇ આર.આર.દેસાઇ ની અધ્યક્ષતામા શાન્તિ સમિતિ ની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી જેમાં નગરપાલિકા ના મહિલા પ્રમુખ અનિતાબેન પંડયા , પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ , ઉપપ્રમુખ ગીરીશભાઇ પટેલ , , ભાજપ શહેર પ્રમુખ કુશવભાઇ બ્રહ્મભટ્ટ , તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , કોગ્રેસ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર , રેખાબેન સોલંકી , નટુભાઈ બારોટ , સફીભાઇ , નયનભાઇ શાહ , અનિલ ભાઇ પટેલ , જીગ્નેશભાઇ ભાઇ પંડયા , મુકેશભાઇ સથવાળા , પરાગભાઇ સહિત વેપારીઓ તથા હિન્દુ મુસ્લીમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાન્તિ અને એક્તા જળવાઇ તે માટે ની પ્રાર્થના કરી હતી જ્યારે આવનાર હોળી-ધૂળેટી રમજાન માસ ના તહેવાર શાન્તી અને સલામત રીતે ઉજવાય તે માટે ઉપસ્થિત સોવકોઇ દ્રારા ખાતરી આપી હતી
જીલ રાવલ સાબરકાંઠા