
21.jpg?w=1110&ssl=1)
વડોદરાની M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો. પૂર્વ કુલપતિની દાદાગીરી સામે આખરે વડોદરા ભાજપના સાસંદ હેમાંગ જોશીએ પૂર્વ કુલપતિને ઇ-મેલ કરીને કહ્યું છે કે ધન્વંતરી બંગલા પરનો ગેરકાયદે કબ્જો છોડો, હું તમને વૈકલ્પિક રેસિડન્સની વ્યવસ્થા કરી આપીશ.
M.S. યુનિવર્સિટીમાં કુલપતિ રહેલા ડો. વિજય શાસ્ત્રી સામે કોર્ટમાં કેસ થયો હતો. તેની પાસે કુલપતિ પદ માટે જરૂરી 10 વર્ષનો અનુભવ નહોતો. કોર્ટની સુનાવણીના એક દિવસ પહેલા તેણે રાજીનામું આપ્યું હતું. M.S. યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ધનેશ પટેલે કહ્યું કે, શ્રીવાસ્તવે પહેલા 15 ફેબ્રુઆરી સુધીનો સમય માંગ્યો હતો, જે અપાયો હતો, હવે 15 માર્ચ સુધીનો સમય માંગી રહ્યો છે,જેની મંજૂરી આપી નથી.