

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી મેજબાન પાકિસ્તાન લીગ સ્ટેજમાંથી જ બહાર થઇ ગયું હતું. ટૂર્નામેન્ટની પહેલી મેચમાં પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ અને પછી ભારતીય ટીમે તેને શરમજનક રીતે હરાવ્યું હતું. ખાસ કરીને ભારતીય ટીમ સામે મળેલી હાર બાદ પાકિસ્તાની ટીમની ખૂબ નિંદા થઇ હતી. ભારત વિરુદ્વ મેચમાં, પાકિસ્તાન માટે અબરાર અહમદને છોડીને કોઇ પણ ખેલાડી ખોસ પ્રભાવિત ન કરી શક્યો. જો કે, અબરારે પણ શુભમન ગિલની વિકેટ બાદ જે પ્રકારનું સેલિબ્રેશન મનાવ્યું, તેને લઇને સોશિયલ મીડિયા પર તેની ખૂબ નિંદા થઇ હતી.

એવામાં, હવે અબરાર અહમદે શુભમન ગિલની વિકેટ બાદ જે પ્રકારનું સેલિબ્રેશન મનાવ્યું હતું, તેના પર શરમ અનુભવી છે. એશિયન સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં, અબરારે કહ્યું હતું કે, ‘એ મારી રીત હતી, મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું છે. કોઇ ઓફિશિયલે મને કહ્યું નથી કે, મેં કંઇક ખોટું કર્યું, પરંતુ એ છતા પણ કોઈને ખરાબ લાગ્યું હોય તો હું માફી માગું છું. મારો ઇરાદો કંઈને પણ દુઃખ પહોંચાડવાનો નહોતો. ‘

અબરાર અહમદના સેલિબ્રેશન પોતે પૂર્વ પાકિસ્તાન ક્રિકેટરોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. ભારત સામેની મેચ બાદ, વસીમ અકરમે અબરારને લઇને કહ્યું હતું કે, હું અબરારની બૉલિંગથી ખૂબ પ્રભાવિત હતો, પરંતુ તેણે જે રીતે સેલિબ્રેશન મનાવ્યું તે ખોટું હતું. આ વસ્તુઓ માટે સમય અને જગ્યા હોય છે. જો તમે જીતી રહ્યા છો, તો સેલિબ્રેશન મનાવો, પરંતુ જ્યારે તમને ખબર છે કે ટીમ મુશ્કેલીમાં છે અને તમે વિકેટ લીધી છે, તો તમારે વિનમ્ર રહેવું જોઈએ, પરંતુ એવું ન થયું અને ન તો કોઈએ તેને કહ્યું.