

છેલ્લા 5 મહિનાથી શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઓકટોબર 2024થી અત્યાર સુધીમાં બીએસઇ ઇન્ડેક્સ 14 ટકા તુટી ચૂક્યો છે. શેરબજારમાં નાના રોકાણકારોને તો નુકશાન થયું જ છે, પરંતુ દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયોમાં પણ મોટું ધોવાણ થયું છે.
દિવંગત ઇન્વેસ્ટર્સ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ ઓક્ટોબર મહિનામાં 43762 કરોડ હતી જે 61 ટકા ઘટીને સીધી 16896 કરોડ પર આવી ગઇ છે. વિજય કેડિયાના પોર્ટફોલિયામાં 632 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે અને અત્યારે 1183 કરોડ રૂપિયા પર વેલ્યુ આવી ગઇ છે. આશિષ કચોલિયાના પોર્ટફોલિયોમાં 557 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તેમના પોર્ટફોલિયોની વેલ્યુ 2929 કરોડ હતી જે ઘટીને 2371 કરોડ પર આવી ગયો છે.