fbpx

દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આમ તો આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરે છે. પરંતુ સોમવારે તેમણે વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક વાત માટે પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, તેમણે પૂર્વ મુખ્યમંત્રી આતિશીને સલાહ પણ આપી નાખી. તેમને કહ્યું કે, મને આતિશીજીની માટે ચિંતા થાય છે. કેજરીવાલની આટલી સાઇડ ન લેતા, ક્યાંક એવું ન થાય કે કોઈ અપ્રિય ઘટના ઘટી જાય.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં ભલે ગમે તેટલી ખામીઓ હોય, તેમની એક સારી વાત એ છે કે, અંતે પોતાની ભૂલો માની લે છે. કેજરીવાલજીએ પણ માની લીધું કે, હું યમુના સાફ કરી શક્યો નથી. પાણી ન આપી શક્યો. એ સારી વાત છે કે અંતમાં આવીને પોતાની ભૂલ સ્વીકારવી પણ એક સુધાર છે. આ બદલાવ જોવો જોઈએ.

દિલ્હીના મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી આતિશી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, હું માત્ર એટલું જ કહીશ કે મને આતિશી જીની ચિંતા થાય છે. તમે અરવિંદ કેજરીવાલની આટલી સાઇડ ન લો. સ્વાતિ માલીવાલની જેમ આતિશી સાથે કોઈ ઘટના ન થાય મને એ વાતની ચિંતા છે. જ્યારે સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર થઈ શકે છે, તો તમારી સાથે પણ આવું જ થઈ શકે છે. એટલે અમને ચિંતા છે. દિલ્હીના લાખો લોકો, જે હૉસ્પિટલોના ધક્કા ખાતા દુઃખી થયા છે, તેની જવાબદાર આમ આદમી પાર્ટી છે.

આતિશીએ શું કહ્યું

પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, અધ્યક્ષે મને સદનની ગરિમાને લઈને ચિઠ્ઠી લખી હતી, પરંતુ ભાજપના જ સભ્યો અહીં AAPને ગાળો આપી રહ્યા છે. મહેરોલીના ધારાસભ્યએ કહ્યું કે, આતિશી શૂર્પણખા છે. ત્યારે ગરિમાનું ધ્યાન નહોતું? દિલ્હીની જનતાએ તમને ચૂંટીને કામ કરવા માટે મોકલ્યા છે, પરંતુ માત્ર ગાળો આપવામાં આવી રહી છે. તમે આમ-તેમની વાત ન કરો, એ કહો કે કાફલો લૂંટ્યો કેવી રીતે.

પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, મેં ભાજપને CAG પ્રત્યે આટલી આસ્થા રાખતા જોઈ છે, જેટલો વિશ્વાસ રાખતા પહેલા ક્યારેય જોઈ નથી. મને ખુશી છે કે ચર્ચા થઈ રહી છે, ક્યાંક તો થઈ રહી છે. ઉત્તરાખંડમાં જ્યારે વન વિભાગના પૈસાથી આઇફોન ખરીદવામાં આવ્યા, દ્વારકા એક્સપ્રેસમાં કૌભાંડ થયું હતું, તો તેના CAG રિપોર્ટની ચર્ચા ન થઈ.

દ્વારકા એક્સપ્રેસવે પર CAG રિપોર્ટ જેવો જ સંસદના ટેબલ પર થયો, તેને બનાવનારા કરનારા અધિકારીઓની બદલી થઈ ગઈ. આયુષ્માન ભારત લાગૂ કરવાની વાત થઈ. આ હકીકતમાં ચમત્કારિક યોજના છે, જેના હેઠળ 28 હજાર દર્દીઓના મોત બાદ પણ સારવાર થઈ જાય છે.

error: Content is protected !!