
પ્રાંતિજ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ના ભાઇ બહેનો ધૂળેટી ને સ્પોર્ટસ ડે મા ફેરવ્યો
– પાણી બચાવો અભિયાન ને લઈને રમતો રમ્યા
– રમતો રમીને હજારો લીટર પાણી નો બચાવ કર્યો
– માત્ર તિલક ધૂળેટી રમ્યા
– અન્ય સમાજ અને લોકો માટે પ્રેરણારૂપ
– વડીલો પણ બાળકો ની પાણી વગર ની હોળી થી ખુશ થયા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ના ભાઈબહેન દ્વારા પાણી બચાવો અભિયાન સાથે ધૂળેટી પર્વ ને સ્પોર્ટસ ડે મા ફેરવ્યો ભાઇઓ બહેનો અને બાળકો કિકેટ રમીને હજારો લીટર પાણી બચાવ્યું



હોળી ધુળેટી એટલે રંગોનો તહેવાર અને નાનાથી લઇને મોટેરાઓ સોવ કોઇ ને રંગો સાથે રમવાની મજા આવે છે ત્યારે પ્રાંતિજ ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્રારા છેલ્લા પાંચ વર્ષ થી પાણી બચાવો અભિયાન સાથે પોતાના પરિવાર સાથે તથા પડોશી તથા કુટુંબીજનો કે સમાજ ના લોકો સાથે ધુળેટી નો તહેવાર તો મનાવ્યો પણ પાણી બચાવો અભિયાન સાથે માત્ર તિલક કરી રંગોથી રંગાયા અને ધૂળેટી ના તહેવાર ને સ્પોર્ટસ ડે બનાવી સમાજ ના કાનન ફામ હાઉસ માં ભાઇઓ અને બહેનો ની અને બાળકો ની ક્રિકેટ ની ટીમો બનાવી આજના દિવસે કિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું અને કિકેટ મેચ રમીને પાણી બચાવો અભિયાન સાથે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ના ભાઇ- બહેનો અને બાળકો પણ આ અભિનય માં જોડાયા હતાં અને હજારો લિટર પાણી નો બચાવ કર્યો છે તો અન્ય સમાજ તથા પાણીનો ખોટો બગાડ વ્યહ કરતા લોકો માટે સુંદર મેસેજ આ સમાજ દ્વારા આપ્યો હોય તેમ કહીએ તો નવાઇ નહીં જયારે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ ભરતભાઈ પટેલ આગેવાનો વડીલો નરસિંહભાઇ સાકલા , દેવસિંહભાઇ , ચંદુભાઇ , સુરેશભાઇ ગરાણી , રમેશભાઇ , નારણભાઇ સહિત ના ઉપસ્થિત રહ્યા હતાં તો સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર અને પ્રેરણા દાયક સંચાલન સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું અને ધુળેટી ના દિવસે હજારો લિટર પાણી વેહ કરવાને બદલે સ્પોર્ટસ ડે મા ફેરવ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા