પ્રાંતિજ ના મજરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરમપરા હોલિકા ઉત્સવ યોજાયો

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg

પ્રાંતિજ ના મજરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરમપરા હોલિકા ઉત્સવ યોજાયો
– હજારો ની સંખ્યામાં લોકો ઉમટી પડયાં  
– ધગધગતા અંગારા ઉપર ખુલ્લાંપગે શ્રધ્ધાળુઓ ચાલે છે
– ભગવાન ભૈરવનાથ ની પરમકુપાથી  કોઇ દાઝતુ નથી
– સાંસદ શોભનાબેન બારૈયાએ પણ દર્શન કરી ધન્યતા અનુભવી

                     

   

           સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા ૫૦૦ વર્ષથી પણ વધારે પ્રાચીન પરમપરા મુજબ ધરે ધરે જઇ લાંકડા છાણાં ઉગરાવી હોળી ની રાત્રે બે અલગ – અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરમપરાં યંત્ર યુગમાં આજે પણ યથાવત છે  



પ્રાંતિજ ના મજરા ગામમાં ભૈરવનાથ મંદિર ના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવેછે જેમાં એક હોળી માં લાકડાં મુકવામાં આવેછે અને બીજી હોળી છાણાં મુકવામાં આવેછે અને લાકડાં ના અંગારા પડયાહોય તેનાં પરથી બાળકો થી માંડી ને યુવાનો , વુધ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે છતાં હજુ સુધી કોઇપણ દાઝયુ હોયતેવો કોઇ બનાવ બન્યો નથી ત્યારે દાદા ભૈરવનાથ ના દર્શન તથા મજરા ની હોલિકા દહન જોવા માટે શ્રધ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા , અમદાવાદ , મોડાસા ,  ગાંધીનગર વગેરે જગ્યાએ જીલ્લાઓ માંથી આવેછે અને પોતાની રાખેલ માનતા બાધા પુર્ણ કરે છે તો વર્ષોથી અંહી અંગારા માં ચાલવાની પરમપરાં પ્રચલિત થઇ છે તેને ગામજનો ભૈરવનાથ ની કુપામાને છે અને હોળી ના દિવસે જો કોઈ કુટુંબ માં પુત્ર હોયતો જેમ નિમિત્તે બાળક ને પહેલી હોળી ના દર્શન કરાવે છે અને નવાં પરણેલા દંપતિ હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરેછે ત્યારે ખેડૂતો અગ્નિ ની જયોતિ માં પૂળા લઇને પગટાવી તેને ધાસ પોતાના ધરે પશુઓ ને ખવડાવે છે ત્યારે મજરાખાતે દુરદુરથી લોકો આવીને દાદાભૈરવના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી ખજૂર શ્રીફળ  શેરડી કેરી ચડાવીને પૂંજાકરી ધન્યતા અનુભવે છે તો મજરા ગામના દિકરી અને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ પણ પોતાના પુત્ર મથન બારૈયા સાથે પોતાના ગામમા આવી દાદા ભૈરવનાથ ના દર્શન કરી હોળી ના દર્શન કરી પોતે ધન્યતા અનુભવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!