
પ્રાંતિજ સહિત તાલુકા માં હોલિકા ઉત્સવ યોજાયો
– પ્રાંતિજ સહિત તાલુકામાં દર વર્ષ ની જેમ અલગ- અલગ સ્થળે હોળી પ્રગટાવવામાં આવી
– વર્ષોથી લાકડાં છાણાં ઉગરાવી હોળી ઉત્સવ મનાવવામાં આવે છે
– રાત્રીના સમયે પ્રાંતિજ ખાતે અલગ અલગ વિસ્તારોમાં હોળી બનાવી પ્રગટાવવામાં આવે છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોળી બનાવીને પ્રગટાવવામાં આવે છે તો પ્રાંતિજ સહિત તાલુકામાં પણ હોલિકા ઉત્સવ યોજાયો હતો.



પ્રાંતિજ સહિત તાલુકામાં વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ હોલિકા ઉત્સવ યોજાય છે જેમાં પ્રાંતિજ ખાતે પણ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કડીયાવાસ , ખોડીયાર કુવા , બજાર ચોક , નગર પંચાત પાસે , સોનીવાડા નાકા , દેસાઇની પોળ , પ્રાંતિજ ત્રણ રસ્તા , રેલ્વે સ્ટેશન , રબારીવાસ સહિત તાલુકા વિવિધ યુવકો મંડળો દ્વારા દર વર્ષ ની જેમ ધરે ધરે થી લાકડાં છાણાં ઉઘરાવી ને તૈયાર કરવામાં આવે છે અને ધુળેટી ના આગલા દિવસે હોળી ના દિવસે રાત્રીના સમયે પ્રગટાવવામાં આવે છે. તો પ્રાંતિજ સહિત તાલુકા માં પણ વિવિધ સ્થળોએ હોળી તૈયાર કરી પ્રગટાવવામાં આવે છે. તો હોળીની જવાળાઓ થી વર્ષ નો એધાન અને ગરમી નો પ્રારંભ થાય છે તો વિવિધ વિસ્તારોમાં નગરજનો દ્વારા જેમ ની ઉજવણી કરવામાં આવે છે તો હોળીની પુંજા કરી દર્શન કરી ધન્યતા પણ અનુભવી હતી
જીલ રાવલ સાબરકાંઠા