
પ્રાંતિજ ના વડવાસા ખાતે નજીવી બાબતે બોલાચાલી બાદ સામ-સામે પોલીસ ફરિયાદ થઈ
– લોખંડ નો પાવડો મારી ઇજાઓ કરી સામ-સામે ગળદાપાટુ નો મારમાર્યો
– સામ-સામે જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ
– કુલ આઠ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે સામ-સામે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વડવાસા ગામે નજીવી બાબતે લોખંડ નો પાવડો મારી ઇજાઓ કરી એકબીજા ને ગળદાપાટુ નો મારમારી એકબીજાને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા સામ-સામે પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ ના વડવાસા ખાતે રહેતા કિરણસિંહ રામસિંહ મકવાણા પોતાનુ બાઇક લઇ ને તેઓના ધરે જતા હતા ત્યારે અશ્વિનસિંહ બાલાજી મકવાણા ના ખેતર પાસે રસ્તા મા બાઇક તથા પાવડો પડેલ હોય જે કિરણસિંહએ હટાવી લેવા કહેતા અશ્વિનસિંહ એકદમ ઉશ્કેરાઈ જઈ મા બહેન સામી બિભસ્ત ગાળો-બોલી કિરણસિંહ ને ડાબા હાથ પર લોખંડ નો પાવડો મારી ઈજાઓ કરી તો રાકેશ અશ્વિનસિંહ મકવાણા , ચંદુજી બાલાજી મકવાણા , સોમાજી બાલાજી મકવાણા ત્યાં આવી જઈ ગળદાપાટુ નો માર મારી અને કહેવા લાગ્યા કે ફરીથી અહીંથી નિકળશો તો જીવતા નહી છોડીએ તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જિલ્લા કલેક્ટર ના જાહેરનામ નો ભંગ કર્યો હતો તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કિરણસિંહ રામસિંહ મકવાણા રહે.વડવાસા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અશ્વિનસિંહ બાલાજી મકવાણા , રાકેશ અશ્વિનસિંહ મકવાણા , ચંદુજી બાલાજી મકવાણા , સોમાજી બાલાજી મકવાણા તમામે-તમામ રહે વડવાસા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસે ગુનોનોધ્યો હતો તો સામે પક્ષે પણ અશ્વિનસિંહ બાલસિંહ મકવાણા પોતાના ખેતરમા પાણી વારતા હતા તે વખતે રસ્તા પરથી જવા બાબતે પાવડો કેમ રસ્તામા મુકેલ છે તેમ કહી કિરણસિંહ રામસિંહ મકવાણા અશ્વિનસિંહ બાલસિંહ મકવાણા જેમ ફાવે તેમ વિભત્સ ગાળો બોલી ગળદાપાટુ નો મારમાર્યો તો તે સમયે ચંકુસિંહ રમેશસિંહ મકવાણા , મેહુલસિંહ દોલતસિંહ મકવાણા , જયદિપસિંહ દોલતસિંહ મકવાણા આવી જઈ ગળદાપાટુ નો માર મારી ફરીથી અમારી સાથે કોઇ દિવસ બોલશો તો જીવતા નહી છોડીએ તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અશ્વિનસિંહ બાલસિંહ મકવાણા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે કિરણસિંહ રામસિંહ મકવાણા , ચંકુસિંહ રમેશસિંહ મકવાણા , મેહુલસિંહ દોલતસિંહ મકવાણા , જયદિપસિંહ દોલતસિંહ મકવાણા , તમામે-તમામ રહે.વડવાસા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ ગુનોનોંધ્યો હતો અને બન્ને પક્ષે સામ-સામે ગુનોનોંધી પ્રાંતિજ પોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરી હતી
જીલ રાવલ સાબરકાંઠા