
પ્રાંતિજ ના મોયદ મા ગાળો-બોલી પથ્થર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થઈ
– ઠપકો કરવા ગયેલ ઇસમ ને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મોયદ નાથાજીવાસ મા ઠપકો કરવા ગયેલ યુવાન ને મા બહેન સામી બિભસ્ત ગાળો-બોલી જપાજપી કરી પથ્થર મારી ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના મોયદ નાથાજી વાસ મા રહેતા અક્ષત કુમાર નરેન્દ્ર ભાઇ વણકર કે જેવોએ નારણભાઇ લાલાભાઇ વણકર ની પત્ની માનસિક અસ્થિર હોય જે જેમતેમ બોલ બોલ કરતી હોય જે બાબતે નારણભાઇ લાલાભાઇ વણકર નો દિકરો ભાવેશ નારણભાઇ વણકર સાથે ફોનમા બોલાચાલી થયેલ હોય જે બાબતે ભાવેશ દ્રારા અક્ષત કુમાર નરેન્દ્ર ભાઇ વણકર ઠપકો કરતા અક્ષત કુમાર વણકર દ્રારા બીભત્સ ગાળો બોલી જપાજપી કરી નજીક માંથી પથ્થર લઈ છુટો મારી માથાના ભાગે ઈજાકરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુન્હો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા નારણભાઇ લાલાભાઇ વણકર રહે.મોયદ નાથાજી વાસ તા.પ્રાંતિજ, જિ. સાબરકાંઠા દ્રારા પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે અક્ષત કુમાર નરેન્દ્ર ભાઇ વણકર રહે મોયદ નાથાજીવાસ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૫(૧),૧૨૫(એ) , ૩૫૨,૩૫૧(૩) મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ રાકેશ કુમાર જયંતિલાલ દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી
જીલ રાવલ સાબરકાંઠા