

રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથે એક ડીલ કરી છે. પરંતુ અમેરિકાની નજર યુક્રેનના અતિમૂલ્યવાન ખનીજોના ભંડાર પર છે. યુક્રેન એવો દેશ છે જ્યાં અતિ મૂલ્યવાન ધાતુઓના ભંડારો પડેલા છે.
યુક્રેનમાં ટાઇટેનિયમ ધાતુ છે જે રશિયાના યુદ્ધ પહેલા અમેરિકાના સૈન્યને યુક્રેન સપ્લાય કરતું હતું.ટાઇટેનિયમ એરોસ્પેસમાં મહત્ત્વની ધાતુ છે. આ ઉપરાંત ગ્રેફાઇટ, લિથિયમ, યુરેનિયમ અને રેર અર્થ મેટલ જેવા ભંડારો પડેલા છે.
ગ્રેફાઇટ ઇલેક્ટ્રીક વાહનોની બેટરી માટે ઉપયોગમાં આવે છે ઉપરાંત ન્યુક્લીયર રીએક્ટર કોર માટે પણ ઉપયોગી હોય છે. લિથિયમ કેટલીક દવાઓના ઉત્પાદન માટે ઉપયોગી હોય છે. રેર અર્થ મેટલ 17 ધાતુઓનો સમૂહ હોય છે.