

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ સેફ્ટીનું લાયસન્સ લેવાનું હતું તેના માટે ફુડ સેફ્ટીના કલાસ-1 અધિકારી રાજેન્દ્ર મહાવદિયાએ 25000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોને જાણ કરી હતી. જે મુજબ છટકું ગોઠવવામાં આવ્યું અને રાજેન્દ્ર રંગે હાથે લાંચ લેતા પકડાઇ ગયો હતો. ACBએ ગુનો નોંધીને તેની અટકાયત કરી છે.
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનું કામ ભેળસેળને રોકવાનું છે અને ખોરાક સાથે ચેડાં કરનારા લોકો સામે આકરા પગલાં લેવાનું છે, પરંતુ જો આવા અધિકારીઓ જ લાંચ લેતા હોય તો પછી ભેળસેળ કેવી રીતે રોકાશે? ગુજરાતમાં ભેળસેળના અનેક કેસો આવે છે, પરંતુ એટલે જ કદાચ કોઇ એકશન લેવાતા નથી.