

બોમ્બે હાઇકોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ચેરમેન ગૌતમ અદાણી, મેનેજિંગ ડિરેકટર રાજેશ અદાણીને સીરિયસ ફોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસના 388 કરોડ રૂપિયાના કેસમાં નિદોર્ષ જાહેર કરી દીધા છે. આ કેસમાં ગૌતમ અદાણી, રાજેશ અદાણી પર અદાણી એન્ટરપ્રાઇસના શેરના ભાવમાં ચેડાં કરવાનો આરોપ હતો.
બોમ્બે હાઇકોર્ટે ગૌતમ, રાજેશ અને અદાણી એન્ટ્રપ્રાઇસને મૂક્ત નહી કરવાના નિર્ણયને ફગાવી દીધો છે.
કેન્દ્ર સરકારના કોર્પોરેટ મંત્રાલય હેઠળ આવતી એજન્સી સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફીસે 2012માં અદાણી પર ચાર્જશીટ કરીને આરોપ લગાવ્યો હતો કે, અદાણીએ સ્ટોક બ્રોકર કેતન પારેખ સાથે મળીને શેરોના ભાવોમાં હેરાફેરી કરી છે. કેતન પારેખ 1999-2000ના સમયના શેરબજારના મોટા કૌભાંડનો મુખ્ય ખેલાડી હતો. બોમ્બે હાઇકોર્ટે અદાણીને નિદોર્ષ જાહેર કરી દીધા છે.