

દુનિયાના સૌથી અમીર એલન મસ્કની કંપની ટેસ્લા અત્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહી છે. અમેરિકાની સરકારમાં એલન મસ્કની દખલગીરીથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેને લીધે ટેસ્લાએ લોભામણી ઓફરો શરૂ કરી છે.
જર્મીનીમાં ટેસ્લાનું વેચાણ 76 ટકા, નેધરલેન્ડમાં 24 ટકા, સ્વીડનમાં 42 ટકા, ફ્રાન્સમાં 45 ટકા, ઇટલીમાં 55 ટકા, સ્પેનમાં 10 ટકા, ઓસ્ટ્રેલિયામા 63 ટકા અને આખી દુનિયામાં એવરેજ 49 ટકાનો ઘટાડો થયો છે. ટેસ્લાએ ઝીરો વ્યાજ દરે લોન આપવાની અને જિંદગીભર ફ્રી ચાર્જની ઓફર કરી છે.
મસ્કના અમેરિકાની સરકારમાં ઇન્વોલમેન્ટને કારણે ઘણી સેલિબ્રીટીઝે ટેસ્લા કારનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે અને કેટલાંક તો ગુસ્સામાં ટેસ્લના શો-રૂમમાં પણ પહોંચી ગયા હતા. ભારતમાં ટુંક સમયમાં ટેસ્લા આવશે.