
પ્રાંતિજ ખાતે નગરપાલિકા ની સામાન્ય સભા યોજાઈ
– કારોબારી સહિત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી
– પાર્ટી ના વ્હીપ મુજબ સમિતિઓના ચેરમેનોની થયેલી વરણી
– કારોબારી સહિત ૧૮ સમિતિઓની રચના થઈ .
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ નગરપાલિકામા ચુંટાયેલા સભ્યોની સામાન્ય સભા યોજાઇ હતી જેમાં પાર્ટી ના વ્હીપ મુજબ સર્વાણુંમત્તે કારોબારી તથા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી




સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે ભાજપ શાસિત નગરપાલિકા ના વિશાળ સભાખંડમાં નગરપાલિકા ના પ્રમુખ અનિતાબેન જીજ્ઞેશ ભાઇ પંડયા તથા ઉપપ્રમુખ ગીરીશભાઇ દશરથભાઇ પટેલ ની ઉપસ્થિતિ માં ભારતીય જનતા પાર્ટી ની વ્હીપ મુજબ કારોબારી તેમજ નગર પાલિકા ની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં કારોબારી સમિતિ ના ચેરમેન પદે નિકુંજકુમાર ગોવિંદભાઈ રામી , જાહેરબાંધકામ સમિતિ ના ચેરમેન પદે મહેશ કુમાર કચરાજી મકવાણા , ટાઉન પ્લાનિંગ સમિતિ ના ચેરમેન વર્ષાબેન મુકેશભાઇ સથવાળા , પાણી પુરવઠા સમિતિ ના ચેરમેન પદે ગીતાબેન સંજય ભાઇ પટેલ , આરોગ્ય સમિતિ ના ચેરમેન પદે વિપુલ કુમાર કાન્તીભાઇ ભોઇ , દિવાબતી સમિતિ ના ચેરમેન પદે મનિષાબેન અમરીશભાઇ સોની , ગટર યોજના સમિતિ ચેરમેન પદે તોળાજી સુંદરજી વણઝારા , ટાઉનહોલ અમલીકરણ સમિતિ દર્શિલ કુમાર નયનભાઇ દેસાઇ , એસ્ટાબ્લીશમેન્ટ સમિતિ ના ચેરમેન પદે અનિતાબેન જીજ્ઞેશ કુમાર પંડયા (પ્રમુખ) , ગુમાસ્તા ધારા સમિતિ ચેરમેન પદે તારાબેન કનુસિંહ રાઠોડ , સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના સમિતિ ના ચેરમેન પદે સુરેખાબેન દિલીપ કુમાર મકવાણા , વસુલાત સમિતિના ચેરમેન પદે અમરીશભાઇ સોમાભાઇ પટેલ , સમાજ કલ્યાણ સમિતિ ના ચેરમેન પદે જ્યોત્સના બેન રસિકભાઇ વાધેલા , શિક્ષણ સમિતિ ના ચેરમેન પદે પિયુષકુમાર ગોરધનભાઈ પટેલ , સ્મશાન નિભાવ અને અમલીકરણ સમિતિ ના ચેરમેન ગોવિંદજી કેશાજી પરમાર , બગીચા સમિતિ ના ચેરમેન પદે રેણુકાબેન જીતેન્દ્ર કુમાર રાવળ , આવાસ યોજાયો સમિતિ ચેરમેન પદે દક્ષાબેન જીતેન્દ્ર કુમાર મકવાણા , દબાણ સમિતિ ના ચેરમેન પદે રસીદખાન દોલતખાન સુમરા ની સર્વાનુમતે પાર્ટી ના વ્હીપ મુજબ કરવામાં આવી હતી તો તમામ સભ્યોએ વધાવી લીધી હતી જયારે કારોબારી તેમજ અન્ય સમિતિ ઓની રચના થતાં હવે નગર ના વિકાસ માટે દરેક ચેરમેનોને પોત પોતાના વિભાગોની જવાબદારી અદાકરવા અપીલ કરવામાં આવી હતી
જીલ રાવલ સાબરકાંઠા