
પ્રાંતિજ ખાતે ૫૧ શક્તિપીઠ ના પ્રચાર માટે નિકળેલ અંબાજી મંદિર નો અંબિકા રથ પ્રાંતિજ પોહચ્યો
– પ્રાંતિજ મા ઠેર-ઠેર રથની આરતી ઉતારી માઇભકતો એ ધન્યતા અનુભવી
– શક્તિપીઠ ની પરિક્રમા નકરી શકે તેવા માઇભકતો માટે રથ આશીર્વાદ રૂપ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અંબાજી થી ૫૧ શક્તિપીઠ ના પ્રચાર માટે નિકળેલ અંબાજી મંદિર નો અંબિકા રથ પ્રાંતિજ ખાતે આવી પોહચતા માઇ ભક્તો ધર્મ પ્રેમી લોકો દ્રારા આરતી ઉતારી પ્રસાદ વહેચી ધન્યતા અનુભવી હતી




અંબાજી તળેટીમાં તમામ ૫૧ શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિવાળા મંદિરની સ્થાપના કરાશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા એક દિવસમાં એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શક તે માટે અંબાજીના ગબ્બરમાં ૫૧ શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે દેશ-વિદેશમાં સ્થાપિત ૫૧ શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિવાળા ૫૧ શક્તિપીઠ મંદિરોની સ્થાપના અંબાજીના ગબ્બર તળેટીમાં કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા એક જ દિવસમાં એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાય તે માટે અંબાજીના ગબ્બરમાં ૫૧ શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે આ ૫૧ શક્તિપીઠ મંદિરના પ્રચાર-પ્રસાર માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક અલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રચાર-પ્રસાર માટે અંબિકા રથ નિકળેલ છે તો જે લોકો શક્તિપીઠ પરિક્રમા ના કરી શકે તેવા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ જનો માટે રથ આશીર્વાદ સમાન વચ્યુઅલી માતાજીના દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા કરાઇ છે જેમા રથ મા આરાસુર અંબાજી થી પ્રગટાવેલી જ્યોત ના થઈ રહ્યા છે દર્શન ગુજરાત ના દરેક સ્થળોએ રથના માધ્યમ થી દર્શન નો મળે છે લાભ જે રથ સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે અંબિકા રથ આવી પોહચતા પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો સોસાયટીઓમાં અંબિકા રથ નુ ઠેર-ઠેર માઇભકતો ધર્મપ્રેમી લોકો દ્રારા સ્વાગત કરી આરતી ઉતારી પ્રસાદ વહેચી ધન્યતા અનુભવી હતી જેમા નાનીભાગોળ , ગંગોત્રી પાર્ક , સ્વામિનારાયણ તથા ગંજાનંદ સોસાયટી તથા ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ મહાકાળી મંદિર સહિત વિવિધ વિસ્તારો મા અંબિકા રથનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ તો પ્રાંતિજ ખાતે મિનલભાઇ કડીયા , મહેન્દ્રસિંહ રાઠોડ , સંદીપભાઇ શાહ , અશોકભાઇ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા