

નાગપુરમાં અત્યારે ઔરંગઝેબના વિવાદને કારણે હિંસા ફાટી નિકળી છે અને એવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ નક્કી થયો છે. પ્રધાનમંત્રી મોદીની નાગપુર મુલાકાત ભાજપ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ બંને માટે મહત્ત્વની છે.
લોકસભા 2024ની ચૂંટણી પછી પહેલાવીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુર જવાના છે અને ત્યાં માધવ આય હોસ્પિટલના વિસ્તરણ માટે શિલાન્યાસ કરવાના છે અને એ પછી RSSના નાગપુર હેડક્વાર્ટર પણ જવાના છે અને બંધ બારણે સંઘ પ્રમુખ મોહન ભાગવત અને PM મોદી વચ્ચે બેઠક થઇ શકે છે.
આ બેઠકનું મહત્ત્વ એટલા માટે છે કે છેલ્લાં ઘણા સમયથી ભાજપ અને સંઘના જે સંબંધો છે તે પહેલા જેવા રહ્યા નથી અને બીજું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ પણ નક્કી કરવાનું છે.