

ભારતના ઘણા રાજ્યો અને શહેરોમાં સ્વચ્છતા એક મોટી સમસ્યા છે. અહીં રોડ, રેલવે ટ્રેક, દરિયાકિનારા અને પર્વતો પર પણ બેદરકારીપૂર્વક કચરો ફેંકી દેવામાં આવે છે. એવામાં, ક્યારેક ક્યારેક કોઈકનું નાનું કામ પણ હૃદય સ્પર્શી લે તેવો ઈશારો કરતું હોય છે. જે આપણને આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાના મહત્ત્વની યાદ અપાવે છે. પરંતુ વિદેશી પર્યટક કચરો ઉપાડે અને સ્થાનિક પર્યટકો જોતા રહે એ તો શરમની વાત થઈ.

હાલમાં જ, ઉત્તર સિક્કિમમાં યુમથાંગ વેલીની મુલાકાત દરમિયાન, ડેનમાર્કના 2 પર્યટક રસ્તાના કિનારે કચરો ઉઠાવતા જોવા મળ્યા હતા. એક જવાબદાર પ્રવાસી હોવાને કારણે જે રીતે આ બંને રસ્તાઓ પર ફેલાયેલા કચરાને ઉઠાવી ઉઠાવીને પ્લાસ્ટિકની કોથળીમાં ભરી રહ્યા હતા, તેમના કામે ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે. તેનાથી સ્થાનિક લોકો અને સાથી પર્યટકો બંનેને પ્રેરણા મળી છે.
વાયરલ વીડિયોની થઈ રહી છે ચર્ચા
ઇન્સ્ટાગ્રામ પર @sikkimdiaries.com દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, ડેનમાર્કના 2 પર્યટક ઉત્તર સિક્કિમમાં યુમથાંગ વેલીના માર્ગ પર કચરો ઉઠાવતા જોવા મળ્યા. વિસ્તારની સફાઈ કરવાના તેમના કામે સાથી પર્યટકો અને સ્થાનિક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. વીડિયોમાં બંને પર્યટક ખૂબ મહેનતથી ફેંકવામાં આવેલા કચરાને ભેગો કરીને નાગરિક જવાબદારીનું ઉદાહરણ રજૂ કરતા જોવા મળે છે. તેમની પહેલ બતાવે છે કે કેવી રીતે નાના નાના પ્રયાસ ટૂરિસ્ટ પ્લેસની પ્રાકૃતિક સુંદરતાને બનાવી રાખવામાં યોગદાન આપી શકે છે.

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા
આ વીડિયો પર ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુઝર્સે વિદેશી પ્રવાસીઓના ખૂબ વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે, સ્થાનિક લોકોના રૂપમાં આપણે તેમની પાસેથી શીખવું જોઈએ. જો આપણે આપણા વિસ્તારોને સ્વચ્છ રાખવામાં થોડું પણ યોગદાન આપીએ તો આપણે શ્રેષ્ઠ ટૂરિસ્ટ પ્લેસ બની શકીએ છીએ. અન્ય એક યુઝરે આ જ ભાવનાનું પુનરાવર્તન કરતા લખ્યું કે આ આપણા માટે શરમજનક વાત છે.