
38.jpg?w=1110&ssl=1)
ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક પત્ર સોશિયલ મીડિયમાં વાયરલ થઇ રહ્યો છે જે તેમણે સુરત પોલીસ કમિશ્નરને લખ્યો હતો. આ પત્રમાં કાનાણીએ લખ્યું છે કે, હાર્પિક કંપનીના ડુપ્લીકેટ લીક્વીડ પર સરથાણા પોલીસે અરના એન્ટરપ્રાઇઝ પર દરોડા પાડ્યા હતા, પરંતુ ઓછો માલ બતાવવા માટે 8 લાખ રૂપિયોનો તોડ કર્યો હોવાની વાત કહેવામાં આવી છે. આવા પોલીસ કર્મચારીઓનો પણ વરઘોડો કાઢો એવી કાનાણીએ માંગ કરી છે.
જો કે નવાઇના વાત એ છે કે આ પત્ર જાન્યુઆરી 2025નો છે અને અત્યારે અચાનક વાયરલ થયો છે. કાનાણીએ કહ્યું હતું કે, આ તો ખાનગી પત્ર હતો, કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો તે ખબર નથી.