

સૌરાષ્ટ્રના વિસાવદરમાં હજુ તો ચૂંટણી પંચે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી નથી, પરંતુ એ પહેલા જ આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી કરવા માંડી છે. AAPએ વિસાવદરની બેઠક પરથી ગોપાલ ઇટાલિયાને પોતોના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે.
વિસાવદરની પેટા ચુંટણી માટેનું કારણ એવું છે કે ગુજરાત વિધાનસભા 2022માં આ બેઠક પરથી AAPની ટિકીટ પર ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેમણે 2023માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતા એટલે આ બેઠક ખાલી પડી હતી. પરંતુ ભાજપના હર્ષદ રિબડીયા, મોહિત માલવિયા અને હરેશ ડોબરીયાએ કોર્ટમાં કેસ કર્યો હતો, જેમાંથી મોહિત અને હર્ષદે કેસ પાછો ખેંચી લીધો જ્યારે હરેશ ડોબરીયાનો કેસ હજુ પેન્ડીંગ છે. આ બેઠક પર પાટીદાર ઉમેદવાર જ જીતે છે.