
57.jpg?w=1110&ssl=1)
ડોનાલ્ડ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકામાં રહેતા ગેરકાયદે લોકોને ખદેડી રહ્યા છે. અનેક ભારતીયોને પણ પાછા મોકલવામાં આવ્યા છે અને મુદ્દે દુનિયાભરમાં ભારે હોબાળો મચેલો છે. આમ છતા લોકો સુધરતા નથી. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો પર આટલી ભીંસ છતા એક ગુજરાતી નકલી પાસપોર્ટ પર અમેરિકા પહોંચ્યો પરંતુ અધિકારીઓએ પકડી પાડ્યો અને ભારત મોકલી દીધો
ગુજરાતી એ સી પટેલ પાકિસ્તાની નાગરિક મોહમંદ નઝીરના પાસપોર્ટ પર અમેરિકા ગયો હતો, પરંતુ અમેરિકાના અધિકારીઓને શંકા ગઇ તો ખબર પડી કે નકલી પાસપોર્ટ પર આવ્યો છે. જ્યારે એ સી પટેલ દિલ્હી એરપોર્ટ પર આવ્યો તો પોલીસે તેની નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી લીધી છે.
પાકિસ્તાની નાગરિક મોહમંદ નઝીરનો અસલી પાસપોર્ટ ખોવાઇ ગયો હતો જે એ સી પટેલ પાસે આવ્યો હતો.