

કડોદરા પોલીસે બાતમીને આધારે એક મકાન પર દરોડા પાડ્યા અને 5ની ધરપકડ કરી તેમાં સુરત જિલ્લા ભાજપના એક મહિલા નેતાના પુત્રની પણ સંડોવણી હોવાનું સામે આવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. નેતા ના પુત્રનું નામ કઢાવી નાંખવા ભાજપના મોટા નેતાઓ ધમપછાડા કરી રહ્યા હોવાની વાત સામે આવી છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરામાં આવેલી સાંઇ રેસિડન્સી બિલ્ડીંગમાં પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યો હતો અને ઓનલાઇન જુગાર રમતા 5ની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી 18 મોબાઇલ અને 4 લેપટોપ જપ્ત કર્યા છે.
સુરત જિલ્લા ભાજપના ખજાનચી આશા પસરીજાના પુત્ર પાર્થ પસરીજાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સાથે રાહુલ પાટીલ અને ભાર્ગવ સિંગને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.