

ઓડિશામાં સોનાના વેપારીના પિતાને ક્રિપ્ટો કરન્સીમાં ઓનલાઇન રોકાણ કરી મોટો નફો કમાવવાની લાલચ આપીને 6.16 કરોડની રકમ પડાવીને છેતરપિંડી કરવાના કેસમાં ઓડિશા પોલીસે સુરતના વરાછામાંથી 5ની ધરપકડ કરી છે. ઓડિશા પોલીસ પિતા-પુત્ર અને વહુ સહિત 5ને ઓડિશા લઇ ગઇ છે.
ઓડિશા પોલીસે રવિ સભાયા તેની પત્ની સેજલ સભાયા અને પિતા કુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં ભાજપ નેતા અને સામાજિક કાર્યકર પ્રવિણ ભાલાળા અને તેમના ડ્રાઇવરને પોલીસ શોધી રહી છે.
રવિએ પ્રવિણ ભાલાળાના ખાતમાં 15 લાખ અને ડ્રાઇવર મહેતા બળવંતરાય રેવાના ખાતામાં 10 લાખ જમા કરાવ્યા હતા. પ્રવિણ ભાલાળા ઘરે તાળું મારીને ફરાર થઇ ગયા છે. પ્રવિણ ભાલાળાએ પોતે નિદોર્ષ હોવોનો પોતાના ફેસબુક પેજ પર વીડિયો વાયરલ કર્યો છે.