

મ્યાનમારમાં ભૂંકપની મોટી અસર પડી છે અને ભારે તબાહી મચી છે તેની સાથે થાઇલેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ પશ્ચિમ ચીન અને ભારતના નોર્થ ઇસ્ટ વિસ્તારોમાં ભૂંકપની અસર જોવા મળી છે.
થાઇલેન્ડની રાજધાની બેંગકોંકમાં લગભગ 300 જેટલા ગુજરાતી પરિવારો વસે છે અને તેમાંથી 100 સુરતના છે. સદનસીબે બેંગકોંકમાં વસતા ગુજરાતીઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે. થાઇલેન્ડમાં 1 લાખ જેટલા ભારતીયો વસે છે અને બધા સલામત હોવાનું ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે. બેંગકોકમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ત્યાંની સરકારે કહ્યું છે કે, 101 લોકો હજુ પણ ગુમ છે. એક ઇમારત નીચેથી 10 લોકોના મૃતદેહ મળ્યા છે.
બેંગકોંકમાં મોટા ભાગે ડાયમંડ સાથે સંકળાયેલા ગુજરાતી પરિવારો વસે છે જે લોકો અત્યારે ભૂકંપને કારણે ડરી ગયા છે.