
પ્રાંતિજ ના હડમતીયા ખાતે ગાળો-બોલી ગળદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ
– તુ કેમ ખરાબાની જમીન નો ભોગવટો કરે છે તેમ કહી ગાળો બોલી મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસે એક વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ હાથધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના હડમતીયા ખાતે તુ કેમ ખરાબાની જમીન નો ભોગવટો કરે છે તેમ કહી બિભસ્ત ગાળો બોલી ગળદાપાટુ નો મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા એક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના હડમતીયા ખાતે રહેતા નટવર ભાઇ વિઠ્ઠલભાઇ પટેલ કે જેવો કનુભાઈ ગીરધરભાઇ પટેલ ને તુ કેમ ખરાબાની જમીન નો ભોગવટો કરે છે તેમ કહી કનુભાઈ ગીરધરભાઇ પટેલ ને મા બહેન સામે બિભસ્ત ગાળો બોલતા કનુભાઈ પટેલે ગાળો બોલવાની ના પાડતા નટવરભાઇ પટેલે કહ્યુ કે હવે ખરાબાની જમીન નો ભોગવટો કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગળદાપાટુ નો માર મારી ડાબા હાથની વચ્ચેની આંગળીએ બચકુ ભરી લઈ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુનો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કનુભાઈ ગીરધરભાઇ પટેલ રહે હડમતીયા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા નટવરભાઇ વિઠ્ઠલભાઇ પટેલ રહે હડમતી તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૧૧૫(૨,૧૧૮(૧),૩૫૨,૩૫૧(૩)મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ જનક કુમાર શામળભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા