
પ્રાંતિજ શ્રી વેરાઈ માતાના મંદિરે ૩૮ મા ચૈત્રી નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ
– પ્રથમ નોરતે ધજારોહન કાર્યક્રમ યોજાયો
– નવરાત્રી દરમ્યાન મંદિર વ્યવસ્થાપક કમિટી દ્રારા વિવિધ આયોજન
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી વેરાઈ માતાજી ના મંદિર પરિસર મા ચૈત્રી નવરાત્રી મહોત્સવ ની ઉજવણી નો પ્રારંભ કરવામા આવ્યો






દરવર્ષ ની જેમ આ વર્ષેપણ પ્રાંતિજ નગરમા શ્રી વેરાઈ માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ ચૈત્ર સુદ એકમ ને રવિવાર ના દિવસે કરવામા આવ્યો હતો તો ૩૮ મા ચૈત્રી નવરાત્રી મહોત્સવ ના પ્રારંભે વહેલી સવારે માતાજીના મંદિરે ધટ:સ્થાપન માંડવડીનુ સ્થાપન અને ધજા રોહણ જેવા ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન વેરાઈ માતા યુવક મંડળ ના સભ્યો દ્રારા કરવામા આવ્યુ હતુ શ્રી વેરાઈ માતાના મંદિર પાસે આવેલ શ્રી રામકૃષ્ણ ના મંદિરે પણ પૂજા અર્ચના કરવામા આવી હતી મંદિર ના વિશાળ ચોકમા દરરોજ રાત્રે વિવિધ કલાકરો દ્રારા ગરબાનુ આયોજન કરેલ છે સમસ્ત પ્રાંતિજ નગરમાંથી ધર્મપ્રિય લોકો આ ઉત્સવમા સહભાગી થશે યુવક મંડળ ના ઉત્સાહી કાર્યકરો દર વર્ષે ચૈત્રી નવરાત્રી મહોત્સવ ની ઉજવણી ખુબજ ધામધૂમ થી કરે છે શ્રી વેરાઈ માતા તેમજ શ્રી રાધા કૃષ્ણ મંદિર ના શિખરો ઉપર નવિન ધજાઓ ચઢાવવામા આવી હતી તેમજ માંડવડી નું પુજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા